ઓઢવું છે રે ઓઢવું છે, ઓઢવું છે રે મારે પરમપદનું રે ઓઢણું
સંસાર તાપથી તપી ગયું છે રે, જીવન મારું બચવા એમાંથી રે - ઓઢવું...
ઓઢું ના ઓઢું જ્યાં જીવનમાં હું એને, જાય છે ખેંચી જગમાં બીજા એને - ઓઢવું...
સુખનું છે રે એ પ્રદાતા, છે જગમાં એ તો દુઃખ હરતાં રે - ઓઢવું ...
ઓઢયું જ્યાં મેં એ ઓઢણું, મટી ગયું કર્તાપણાનું ભાન રે - ઓઢવું ...
ઓઢયું જ્યાં મેં એને, ધ્યાનના ધ્યાતાએ, આવવું પડયું ત્યાં દોડયું - ઓઢવું ...
ઓઢયું જ્યાં મેં એ પરમપદનું ઓઢણું, તેજ વિના ના બીજું કાંઈ દેખાણું - ઓઢવું...
ના ત્યાં હું હતો, ના હું રહ્યો, ના કોઈ બીજો કોઈ સાથીદાર હતો, તેજનું ત્યાં મિલન હતું - ઓઢવું...
શીતળતા રે એની, જાશે હરી, તાપ સંસારની, હતું એવું એ શીતળ બિંદુ - ઓઢવું...
અટક્યા વિચારો બધા, અટક્યા કર્મો, જાગી ગયું ત્યાં સર્વ વિચારોનું બિંદુ - ઓઢવું...
અટક્યા જ્યાં વિચારો ત્યાં, અટક્યું ત્યાં તો અહંનું રે બિંદુ - ઓઢવું...
કરી મહેનત જીવનભર મુક્તિની મેં, પરમપદના દાતાએ મુક્તિનું દાન ઇઈ દીધું - ઓઢવું...–
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)