છાપ તો કોઈ ને કોઈ તો જીવનમાં રે લાગે છે
જન્મી કોઈ વાણિયો, કોઈ બ્રાહ્મણ, છાપ એમ લાગે છે
કોઈ નર, કોઈ નારી, કોઈ કામી, કોઈ ત્યાગી લાગે છે
કોઈને અનુભવી, કોઈને અનુરાગીની છાપ લાગે છે
કોઈ ગોરું, કોઈ-કોઈ કાળું, કોઈ નીચું, કોઈ ઊંચું છાપ લાગે છે
સહુને પોતપોતાની છાપથી ઓળખાતાં ગૌરવ લાગે છે
ના સંતોએ ઓળખ દીધી, ના ભક્તોએ ઓળખ માગી, સંસાર છાપ લાગે છે
સમાજે કંઈક ને કંઈક છાપ દીધી, છાપ સમાજની તો લાગે છે
ભૂંસાતી નથી છાપ સમાજની જલદી, એક વાર એની જે લાગે છે
ધન્ય તો એને રે ગણવો, છાપ જેને પ્રભુ તો આપે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)