કહેવી નથી કથની તને મારી રે માડી, જાશે ભરાઈ આંખો પાણીથી તારી
રહ્યો કરતાં કર્મો જીવનમાં તો ખોટાં, રહ્યા પડતા વિધાતાના આકરા સોટા
રહ્યું પડતું અનુભવમાં તો કાણું, જીવનમાં ના પડ્યું હજી તો ઠેકાણું
થાતા નથી સહન હવે આ કર્મના વાયરા, ઊંચકી રહ્યો છું દુઃખના તો ભારા
બેસું છું પાસે તારી, જાય ઢળી પાંપણ મારી, પાપના ભારા ના દે એમાં મેળવાય મારા
સૂઝ્યું ના કાંઈ સાચું કે ખોટું, ગયો એમાં તણાઈ, ગયો દૂર ને દૂર ઘસડાઈ
મોકલ્યો છે જગમાં, જ્યાં તેં બધું જાણીને માડી, મારા કથનને જુબાન મળી
નારાજ ના રહેતી તું મુજથી રે માડી, જાણે બધું રે તું, તું કાંઈ અજાણ નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)