Hymn No. 2244 | Date: 25-Jan-1990
|
|
Text Size |
 |
 |
1990-01-25
1990-01-25
1990-01-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14733
દીધું એક પ્યારનું બિંદુ તને રે માડી, પ્યારનો સાગર ભરી તેં તો દીધો
દીધું એક પ્યારનું બિંદુ તને રે માડી, પ્યારનો સાગર ભરી તેં તો દીધો ધર્યું એક મહેકતું ફૂલ તને રે માડી, જીવન મારું મ્હેકાવી તેં દીધું માગ્યું એક બિંદુ કૃપાનું રે માડી, કૃપા સાગરમાં નવરાવી તેં દીધો માગ્યો સહારો તારો રે માડી, જનમજનમનો સથવારો તેં દઈ દીધો દીધું જ્યાં હૈયું મારું તને રે માડી, તારા હૈયામાં મને તેં બેસાડી દીધો નીકળ્યો તને મળવા રે માડી, પ્રવાસ મારો તો તેં ટૂંકાવી દીધો ચાહતો હતો દર્શન તારાં તો માડી, પ્રકાશ તારો હૈયે તેં ભરી દીધો ના માગ્યું ભલે મેં, જાણીને એ તો, આનંદસાગર હૈયામાં ભરી દીધો કટાણું મોઢું કીધું ના તેં કદી, આનંદથી મને તેં વધાવી લીધો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
didhu ek pyaranum bindu taane re maadi, pyarano sagar bhari te to didho
dharyu ek mahekatum phool taane re maadi, jivan maaru nhekavi te didhu
mangyu ek bindu kripanum re maadi, kripa sagar maa navaravi te
didho magyo sahano daaro taaro re
didhu jya haiyu maaru taane re maadi, taara haiya maa mane te besadi didho
nikalyo taane malava re maadi, pravasa maaro to te tunkavi didho
chahato hato darshan taara to maadi, prakash taaro haiye te bhari didamas
na mangyu bhale to hai, jandanine eara bhari didho
katanum modhum kidhu na te kadi, aanand thi mane te vadhavi lidho
|
|