Hymn No. 2249 | Date: 29-Jan-1990
|
|
Text Size |
 |
 |
અન્નનો ભૂખ્યો અન્ન તો માગે, પ્યારનો ભૂખ્યો પ્યાર તો ચાહે પ્યાસો તો જળાશય પાસે જાયે, આવ્યો છું માડી, આજ હું તો તારે દ્વારે ન્હાયે ગંગામાં જ્યાં, પવિત્ર થાયે, જમનામાં ભી કમ તો ના ગણાય શાસ્ત્રોથી મન તો શુદ્ધ થાયે, પતિતપાવની રે, આવ્યો છું હું આજે તારે દ્વારે ધરમધ્યાન તો સ્થિરતા ભાવે, પૂજનઅર્ચન મન જો પવિત્ર બનાવે ભક્તિ ભર્યા હૈયે રે માડી, પાપહારિણી રે, આવ્યો છું હું આજે તારે દ્વારે તીર્થો હૈયે વિશાળતા બક્ષે, નામ તારું તો ચિત્ત સ્થિર બનાવે જગમાં સેવા, દૃષ્ટિ પવિત્ર તો બની, જગવ્યાપીની આવ્યો છું હું આજે તારે દ્વારે ભાવો તો હૈયામાં ભાવ જગાવે, પ્યાર તારો તો, ભાન મારું ભુલાવે દૃષ્ટિ દૃષ્ટિમાં તો તું સમાયે, હે જગજનની, આવ્યો છું હું આજે તારે દ્વારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|