વહન કરી-કરી, ભાર તો કર્મનો, કેડ તો તારી વળી ગઈ છે
ઉતાર ભાર, હવે તો તું કર્મનો, કર્મો પ્રભુને તો ધરીને
કરી કર્મો સાચા કે ખોટા, સુખદુઃખ વિના શું મેળવ્યું છે
રહ્યો અજાણ એમાં, શોધી ના શક્યો રે, તુજમાં શું ભર્યું છે
કરી સહન ઊંચકીશ ક્યાં સુધી, કેડ તો તારી જ્યાં તૂટી ગઈ છે
સમજ નાસમજ, છે ગતિ એ કર્મની, કર્મની ગતિ તો ન્યારી છે
કર્મનો કર્મથી તો ઇલાજ કરવો, રીત એ ભી તો સારી છે
ધરવા કર્મો સર્વે પ્રભુચરણે, વાત તો આ સ્વીકારવા જેવી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)