પ્રભુ, તમે હવે મને, શાને કનડો છો (2)
કનડ્યો છે માયાએ જ્યાં જીવનમાં ખૂબ રે - પ્રભુ...
કરવા બેસું કામ મારું, નથી લાગતું ચિત્ત એમાં રે - પ્રભુ...
નથી પસંદ રીત તમારી, રીત તમારી આ પસંદ નથી રે - પ્રભુ...
થાતી રહી છે જીવનમાં તો સદા, કાં માયાની કાં તમારી જીત રે - પ્રભુ...
કદી દેખાવ તમે, કદી છુપાવ તમે, આ હવે બંધ કરો રે - પ્રભુ...
શાંતિ તો લીધી છે હરી, ચિત્ત લીધું છે ચોરી, આ બંધ કરો રે - પ્રભુ...
લઈ લો છો જ્યાં ચિત્ત ચોરી, છુપાવવું હવે બંધ કરો રે - પ્રભુ...
કરી છે પ્રીત તુજથી રે પ્રભુ, પ્રીત તમારી કમી ના કરો રે - પ્રભુ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)