છે સ્થાન જ્યાં એકનું રે, ના રહી શકે ત્યાં બે તો કદી
શ્રદ્ધા વસી જ્યાં હૈયે, નથી શંકાનું સ્થાન ત્યાં તો કદી
ભર્યું હૈયું તો જ્યાં પ્રેમે, વેરને સ્થાન નથી ત્યાં તો કદી
વૈરાગ્ય વ્યાપ્યો જ્યાં હૈયે, નથી રાગને સ્થાન ત્યાં તો કદી
સમજ જાગી ગઈ જ્યાં હૈયે, અણસમજને સ્થાન નથી ત્યાં તો કદી
પથરાયો પ્રકાશ જ્યાં હૈયે, નથી સ્થાન અંધકારને ત્યાં તો કદી
ભાવ વ્યાપ્યો તો જ્યાં હૈયે, અભાવને સ્થાન નથી ત્યાં તો કદી
જ્ઞાન પ્રગટ્યું તો જ્યાં હૈયે, નથી સ્થાન અજ્ઞાનને ત્યાં તો કદી
નિઃસ્પૃહતા જાગી જ્યાં હૈયે, માગણીને સ્થાન નથી ત્યાં તો કદી
વસી ગયા પ્રભુ તો જ્યાં હૈયે, નથી માયાને સ્થાન ત્યાં તો કદી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)