માડી તારા ભાવમાં હૈયું મારું, જ્યાં ઊછળતું જાય (2)
ભાવેભાવમાં રે માડી, નમન ભાવથી ત્યાં તો તને થાય
એના મોજે-મોજે રે માડી, ઊછળતી ત્યાં તું તો દેખાય
દેજે ઊછળવા ભરતી એવી રે એની, મોજું તો એનું તને અડકી જાય
આવે ભલે ઓટ તો જ્યારે એમાં, જોજે તારા કિનારે એ પહોંચી જાય
ઊછળે નાનાં-મોટાં મોજાં ભલે, દેજે તારા હૈયામાં સ્થાન એને સદાય
પછડાટે-પછડાટે જાશે તો એ તૂટી, રહેજે કરતી નવાનું નિર્માણ
તારા છે ભાવો, તારું છે હૈયું, છે તારું એક જ તો હૈયામાં સ્થાન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)