1990-02-07
1990-02-07
1990-02-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14753
થવું છે ખાલી જગમાં તો જેણે, એ તો પાસે રાખશે શું
થવું છે ખાલી જગમાં તો જેણે, એ તો પાસે રાખશે શું
દેવું છે જગમાં જેણે તો સદા, એ તો લેશે કોની પાસે શું
થાવું છે મુક્ત જેણે તો જગમાં, બંધનોથી બંધાશે એ તો શું
મળવું છે તો જગમાં જેણે, અન્યથી એ તો ભાગશે શું
કરવો છે પ્રેમ તો જગમાં જેનાથી, વેર એનાથી બંધાશે શું
કરવા છે તો યાદ તો જેને, અન્યને યાદ કરીને કરશો શું
સદ્દગુણમય થાવું છે જ્યાં, દુર્ગુણો ભરી-ભરીને કરશો શું
ત્યાગવું છે જ્યાં જગમાં બધું, મારું-તારું કરીને કરશો શું
સ્થિર થાવું છે પ્રભુમાં જેણે, મનને ફરતું તો રાખશો શું
થાવું છે એક પ્રભુથી તો જ્યાં, પડદો એમાં તો રાખશો શું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
thavuṁ chē khālī jagamāṁ tō jēṇē, ē tō pāsē rākhaśē śuṁ
dēvuṁ chē jagamāṁ jēṇē tō sadā, ē tō lēśē kōnī pāsē śuṁ
thāvuṁ chē mukta jēṇē tō jagamāṁ, baṁdhanōthī baṁdhāśē ē tō śuṁ
malavuṁ chē tō jagamāṁ jēṇē, anyathī ē tō bhāgaśē śuṁ
karavō chē prēma tō jagamāṁ jēnāthī, vēra ēnāthī baṁdhāśē śuṁ
karavā chē tō yāda tō jēnē, anyanē yāda karīnē karaśō śuṁ
saddaguṇamaya thāvuṁ chē jyāṁ, durguṇō bharī-bharīnē karaśō śuṁ
tyāgavuṁ chē jyāṁ jagamāṁ badhuṁ, māruṁ-tāruṁ karīnē karaśō śuṁ
sthira thāvuṁ chē prabhumāṁ jēṇē, mananē pharatuṁ tō rākhaśō śuṁ
thāvuṁ chē ēka prabhuthī tō jyāṁ, paḍadō ēmāṁ tō rākhaśō śuṁ
|
|