જાણ્યાં ના એ તો પગલાં, પ્રેમનાં તો એ પગલાં
આવીને તો એ અટક્યાં, મારા હૈયાના આંગણમાં
ફૂલથી એ કોમળ, વળી કુમકુમ તો રેલાવતાં - આવીને...
ફોરમ એની તો ફેલાવતાં, સાનભાન તો ભુલાવતાં - આવીને...
તેજપુંજ શા દેખાતાં, આંગણને તો એ અજવાળતાં - આવીને...
ઉમંગ હૈયે ઉભરાવતાં, દૃષ્ટિ નયનોની બદલાવતાં - આવીને...
પુનિત એવાં એ પગલાં, પાપપુંજને તો એ બાળતાં - આવીને...
આનંદ એવાં એ રેલાવતાં, આનંદમય બનાવતાં - આવીને...
ચરણ પૂજન સેવા રે કરતાં, ધન્ય જીવન તો થાતાં - આવીને...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)