કંઈક મજબૂરીઓએ કર્યો મજબૂર જીવનમાં મને, રહ્યો અને રાખ્યો પ્રભુ તને મેં મારાથી દૂરને દૂર
કર્યા કંઈક કસૂરો જીવનમાં મેં તો એવા, રહ્યો અને રાખ્યો પ્રભુ મેં તને મારાથી દૂરને દૂર
ગોતવા બેઠો અવગુણો મારા હું મારા જીવનમાં, હતા મારા જીવનમાં એ તો ભરપૂરને ભરપૂર
લાગણીઓમાં જીવનમાં હું તણાયો, ને જીવનમાં હું ખેંચાયો, રાખ્યો પ્રભુ મેં તને એમાં મારાથી દૂરને દૂર
સમજતો હતો તરવી માયા, સહેલી છે જીવનમાં, તરી ના શક્યો, રહ્યો એમાં તો હું ચકચૂરને ચકચૂર
બનવાને રહેવા ચાહતો હતો શાંત જીવનમાં, ડૂબી ગયો અંતરના કોલાહલમાં, હતો કોલાહલ ઘંઘૂર
ઊંચકતોને ઊંચકતો રહ્યો ભાર કર્મોના જીવનમાં, બની ગયો એમાં હું, કર્મોને મંજૂર
કરતોને કરતો રહ્યો કસૂરો જીવનભર જીવનમાં, રહ્યો માનતોને માનતો મને બેકસૂર
હટાવી ના શક્યો શંકાઓને હૈયાંમાંથી, રહી જાગતી શંકાઓ, રાખ્યો પ્રભુ તને એણે મારાથી દૂરને દૂર
નાચ્યા જીવનભર જીવનમાં માયાને સૂર, ઝીલી ના શક્યા પ્રભુ એમાં અમે તારા સૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)