Hymn No. 2275 | Date: 11-Feb-1990
|
|
Text Size |
 |
 |
1990-02-11
1990-02-11
1990-02-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14764
નિયતિના ન્યાયે, પહોંચશે તું જ્યાં, કાળના કિનારે
નિયતિના ન્યાયે, પહોંચશે તું જ્યાં, કાળના કિનારે વધી શકશે આગળ તો તું, ત્યાં તારા પાપપુણ્યના સહારે ચલાવી જગમાં તો ખૂબ તેં ચાલબાજી, ના ચાલબાજી ત્યાં તારી ચાલશે - વધી... ભરી ખૂબ માયા તો હૈયે, બન્યો મદોન્મત્ત બનીને, આંસુ હવે શાને પાડે - વધી... જીવનનાં તેજ જ્યાં ખૂટયાં, મૃત્યુના ઓળા સામે ઊભા, ડરીને હવે તો શું ચાલે - વધી... સમય ખૂબ ખોયો, ના પાછો મળવાનો, અફસોસ એનો હવે કામ નહીં આવે - વધી... વિચાર વિના કર્યું બધું, આયુષ્ય એમ પૂરું કર્યું, કરી વિચાર હવે એનો શું વળશે - વધી... મારાતારાથી ના છૂટયા, પ્રભુને ના અપનાવ્યા, ડર હવે એનો તો લાગે - વધી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
niyati na nyaye, pahonchashe tu jyam, kalana kinare
vadhi shakashe aagal to tum, tya taara papapunyana sahare
chalavi jag maa to khub te chalabaji, na chalabaji tya taari chalashe - vadhi ...
bhari khub maya havea bana to haiye - vadhi ...
jivananam tej jya khutayam, nrityuna ola same ubha, darine have to shu chale - vadhi ...
samay khub khoyo, na pachho malavano, aphasosa eno have kaam nahi aave - vadhi ...
vichaar veena karyum badhum, ayushya ema puru karyum, kari vichaar have eno shu valashe - vadhi ...
maratarathi na chhutaya, prabhune na apanavya, dar have eno to laage - vadhi ...
|