નથી યાદ તને તો તારા જન્મો, ના સુધાર્યો તેં તારો આ જન્મારો
રહ્યો સમય તારો તો આમ વેડફાતો, પડી જાશે એક દિન તને તો એ મોંઘો
સહ્યા માર જીવનમાં માયાના ભારી, ખૂલી ના તોય આંખો તો તારી
સહેતો રહ્યો જીવનમાં કિસ્મતના ગોટાળા, રહ્યાં છવાતાં વાદળ નિરાશાનાં
રહ્યો સદા અન્યનો સાથ શોધવામાં, કરી ના ઊભી હિંમત તો ખુદમાં
દોડી રહી છે પૂરપાટ તો જીવનગાડી, ના કરી કદી તેં એની તૈયારી
સાચી સમજણને સમજણ ના સમજી, અણસમજમાં રહ્યો સદા ડૂબ્યો
છે પાસે ના ઉપયોગ એનો કર્યો, નથી એનો અફસોસ સદા તેં કર્યો
નથી ખબર દિન તો છે બાકી કેટલા, રહ્યો તોય સમય તો વેડફતો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)