આવ્યા જગમાં જે-જે, કાયમ રહ્યા તો કોઈએ જાણ્યા નથી
છે નિર્ધાર તો આ નિયતિનો, ફેરફાર તો એમાં થયા નથી
કર્યાં કર્મો, કાં બાળ્યા વિના, કાં ભોગવ્યા વિના છૂટકો નથી
છે ઉપાય બીજો તો એને, ધરવા એને પ્રભુચરણે, જે થાતું નથી
કર્મોના કર્તાપણાનો ભાવ હૈયેથી છૂટતો નથી, ત્યાં આ થાતું નથી
હસતા કે રડતા, ભોગવ્યા વિના, ત્યાં ઇલાજ બીજો રહેતો નથી
ઋણ ચડ્યાં જેનાં, ફેડવ્યા વિના, કાંઈ એ તો અટકતું નથી
છે હાલત આ જગની, ઋણ પ્રભુનું, ચૂકવ્યા વિના રહેવાતું નથી
નથી માગતો ઋણમાં પ્રભુ કાંઈ બીજું, ભાવ વિના ખપતું નથી
જગાવ હૈયે ભાવ તો સાચા, સ્વીકાર્યા વિના પ્રભુને છૂટકો નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)