રે માડી, સૂઝી તને, આવી શાને રે મતિ, શાને રોકી તેં મારી રે ગતિ
ધીમે-ધીમે વધતો હતો આગળ, રોકી શાને તેં મારી રે પ્રગતિ
મૂંઝાવી મને, રોકી મને, મળ્યું શું તને, ધરાવી કેમ તેં આવી રે મતિ
દીધી કદી સંમતિ, કદી દુર્મતિ, હતી સદા એમાં તારી શું સંમતિ
રોક્યો ના તેં મને તો માયામાં, રોક્યો હવે કેમ, આવી ન આવી જ્યાં જાગૃતિ
દેજે હવે બુદ્ધિ રે એવી, વધુ આગળ, દેજે સાથે તારી અનુમતિ
શું હજી જાગી નથી, મારા હૈયે, તારી સાચી રે ભક્તિ
કરું છું કર્મો, કરું છું રે ભક્તિ, છે બધી રે એમાં તો, તારી રે શક્તિ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)