થયા છે ને થાતા રહ્યાં છે, ને થાતા રહેશે પ્રભુ, ભજન તમારા રે જગમાં
રે પ્રભુ, જગમાં તો ગુણગાન તમારા, ગવાતાને ગવાતા તો રહેશે
થયા કંઈક ભક્તો, છે કંઈક ભક્તો, કંઈક ભક્તો આવશે રે જગમાં
કરે કંઈક તો ભક્તિ, બચવા મુસીબતોથી, કંઈક તો શરતી ભક્તિ કરશે
ગાશે ગુણગાન તમારા, રીઝવવા તમને, એની રીતે યત્નો સહુ તો કરશે
અનેકોના પ્રયત્નોમાંથી કોઈક તો પ્રયત્ન, જગમાં સફળ જરૂર તો થાશે
રોજને રોજ કરતાને કરતા યત્નો, માત્રા તીવ્રતાની એમાં તો વધતી જાશે
હતા યત્નો કેટલાં સાચા, કેટલાં ખોટા, સફળતાના માપદંડ એના એ દઈ જાશે
દુઃખભર્યા હૈયે, આનંદભર્યા હૈયે, કરશે ભજનો સહુ મળવા તને તો ચાહશે
નામે નામે પહોંચશે સંદેશા તો સહુના હૈયાંના, એક દિવસ ઝીલવા તારે પડશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)