મારા જીવનમાં રે પ્રભુ, જો તમે પ્રવેશ્યા ના હોત
તો મસ્તક મારું, જીવનમાં કોના ચરણે નમાવતે
કંટાળી, હારી જીવનના પ્રપંચોમાં, ફરિયાદ તો હું કોને કરતે
માયામાં તારી, ખૂબ ફરી-ફરી, કોની પાસે રે હું પહોંચતે
સુખદુઃખ ને કહાની શાંતિની, તારા ચરણ વિના પૂરી ક્યાંથી થાતે
હૈયે ઊભરાતાં દુઃખ અને દયાને, હું બીજે ક્યાં ઠાલવતે
જાગતાં જીવનનાં ને હૈયાનાં તોફાનોમાં, કોના સહારે હું રહેતે
કોના વિશ્વાસે ને સહાયે, મિનારા આશાના મારા હું રચતે
કોના પ્રેમે ને ભાવે, જીવનમાં શ્વાસો મારા તો હું ભરતે
કોનાં દર્શનથી જીવનમાં રે, આંખો, મારી રે ઠરતે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)