1990-03-02
1990-03-02
1990-03-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14813
કરું સત્કાર કયા શબ્દોથી, કયા ભાવોથી તમારો રે - હે મારા ભગવાન

નથી કોઈ ભેદભાવ તમારા હૈયે રે, છે સહુ તમને એક સમાન - હે મારા...
છું હું એક અલ્પ અંશ તો તમારો, છો તમે મારા પ્રાણના પ્રાણ - હે મારા...
રાખશો ના પડદો આપણી વચ્ચે, હે મારા કૃપા નિધાન - હે મારા...
છે શક્તિ, છે એ તો તારી, રાખું ના કદી એનું રે અભિમાન - હે મારા...
રહે તન ભલે આ સંસારમાં, રહેવા દેજો મન મારું તમારી પાસ - હે મારા...
સોંપ્યું છે તમને જીવન મારું, હે મારા જીવનના રે આધાર - હે મારા...
હર ધડકને ધડકવા દેજે ધડકન તો તારી, સંભળાવજે તારો રે નાદ - હે મારા...
અંતરમાં ના રહે તુજથી અંતર, થાતાં ના તમે રે અંતરધ્યાન - હે મારા...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karuṁ satkāra kayā śabdōthī, kayā bhāvōthī tamārō rē - hē mārā bhagavāna
nathī kōī bhēdabhāva tamārā haiyē rē, chē sahu tamanē ēka samāna - hē mārā...
chuṁ huṁ ēka alpa aṁśa tō tamārō, chō tamē mārā prāṇanā prāṇa - hē mārā...
rākhaśō nā paḍadō āpaṇī vaccē, hē mārā kr̥pā nidhāna - hē mārā...
chē śakti, chē ē tō tārī, rākhuṁ nā kadī ēnuṁ rē abhimāna - hē mārā...
rahē tana bhalē ā saṁsāramāṁ, rahēvā dējō mana māruṁ tamārī pāsa - hē mārā...
sōṁpyuṁ chē tamanē jīvana māruṁ, hē mārā jīvananā rē ādhāra - hē mārā...
hara dhaḍakanē dhaḍakavā dējē dhaḍakana tō tārī, saṁbhalāvajē tārō rē nāda - hē mārā...
aṁtaramāṁ nā rahē tujathī aṁtara, thātāṁ nā tamē rē aṁtaradhyāna - hē mārā...
|
|