પથ્થરમાં દિલ નથી ધબકતું, દિલમાં સખ્તાઈ તો નથી રે હોતી
ફૂલમાં કઠોરતા નથી રે હોતી, પાપમાં પુણ્ય તો નથી રે હોતું
દિનમાં તારા નથી ચમકતા, વરાળમાં શીતળતા નથી રે હોતી
અપેક્ષા રાખ ના ખોટે ઠેકાણે, પૂર્ણ એ તો નથી રે થાતી
ગાંડામાં સમજણ નથી રે હોતી, દિલ વિનાનો માનવ નથી રે હોતો
જ્વાળા વિનાનો ક્રોધ નથી રે હોતો, પ્રકાશ વિનાનો સૂર્ય નથી રે હોતો
ઠંડક વિનાનો બરફ નથી રે હોતો, સાથ વિનાનો સાથી નથી રે હોતો
સૂકાં વાદળ તો નથી વરસતાં, કાગડાને કલગી નથી રે હોતી
સમુદ્રમાં મીઠાશ નથી રે મળતી, સાકર કડવી નથી રે હોતી
છે સહુમાં તો સીમિત શક્તિ, પ્રભુમાં શક્તિની સીમા નથી રે હોતી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)