છે તારી આવી રે આન, છે તારી એમાં તો શાન, કરવા આવ્યા છીએ પ્રભુ અમે તને પરેશાન
બન્યો છે જગમાં જ્યાં તું તો દાતા, દેજે આજ તારી એની સાચી રે પહેચાન - કરવા...
ભૂલજે જગમાં બીજું બધું તું રે પ્રભુ, ભૂલજે ના તું આ શાનનું રે ભાન - કરવા...
ગણવું હોય તો ગણજે જગમાં તું તો એને, તારું અમૂલ્ય એવું અમને દાન - કરવા...
માંગ્યુ દેનારો છે જ્યાં જગમાં એક તો તું, છે જગમાં તો તું મહા કદરદાન - કરવા...
રહ્યાં છીએ જીવનમાં અમે કરતાને કરતા, જોઈ રહ્યાં છીએ રાહ, દે અમને તું વરદાન - કરવા
ચાહીએ છીએ અને માંગીએ છીએ, પ્રભુ મહેરબાની તારી, ઓ મારા મહેરબાન - કરવા...
કર્મોમાં તો છીએ પૂરાં કોલસા, જેવા સદ્ગુણોમાં નથી તો કાંઈ પહેલવાન - કરવા...
જમાવી નથી શક્યા જીવનમાં કોઈ હરિયાળી, રહ્યું છે જીવન તો સદા વેરાન - કરવા...
દુઃખને દુઃખમાં રહ્યાં છીએ સદા ડૂબ્યા જીવનમાં,છે જીવનની અમારી આ પહેચાન - કરવા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)