Hymn No. 2334 | Date: 09-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-09
1990-03-09
1990-03-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14823
છે તેજ પ્રભુનો આ તો કેવો, ના દેખાયો, રહે પ્રકાશ તોય દેતો
છે તેજ પ્રભુનો આ તો કેવો, ના દેખાયો, રહે પ્રકાશ તોય દેતો રાહ નથી કોઈ એક એવી, માનવ તોય રાહે રાહે રહે તો ચાલતો નજર પડે જ્યાં રાહ બીજી પર, રાહ પોતાની એ તો ચૂકવાનો ચાલ્યો કેટલું, પડશે ચાલવું કેટલું, તાળો નથી એનો મળવાનો થશે ક્યાં પૂરા ને કેવી રીતે, છોડ યત્ન આ સમજવાનો કર્યું છે શરૂ ચાલવાનું, નિર્ધાર છે સાચો, સાથ જરૂર પ્રભુનો મળવાનો બાંધી જે રાખે છે એ બંધન તારાં, કર પ્રયાસ એને તો તોડવાનો ચલાવે જગ આ સારું, એના જેવી બુદ્ધિનો જોટો નથી જડવાનો છે વ્યવસ્થા તો એવી એની, સમજનાર તો એને સમજવાનો છે કૃપાળુ ને દયાળુ એવા, વંચિત નથી કોઈને એ રાખવાનો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che tej prabhu no a to kevo, na dekhayo, rahe prakash toya deto
raah nathi koi ek evi, manav toya rahe rahe rahe to chalato
najar paade jya raah biji para, raah potani e to chukavano
chalyo ketalum, padashe chalavum natho en taloav ketalum
thashe kya pura ne kevi rite, chhoda yatna a samajavano
karyum che sharu chalavanum, nirdhaar che sacho, saath jarur prabhu no malavano
bandhi je rakhe che e bandhan taram, kara prayaas ene to todavano
chala va jaag a
sarum to evi eni, samajanara to ene samajavano
che kripalu ne dayalu eva, vanchita nathi koine e rakhavano
|