જીવનસંગીત કરવા સુરીલું, સાધનાની સરગમ તું સમજી લેજે
સા તો છે, સાધનાના સાતત્યનો, સાતત્ય એનું તું જાળવી રહેજે
રે તો છે, રેખા તારા અંતની, અનંતમાં તો એને મેળવી દેજે
ગ તો છે, ગભરાટ હૈયાનો તારો, હૈયેથી એને તું હટાવી દેજે
મ તો છે, મદ ને મોહની મદિરાનો, સદા તો તું એને ત્યજી દેજે
પ તો છે, પરમેશ્વરનો સદા, તારા પોતાના તો કરી લેજે
ધ તો છે, ધર્મને જાણીને, ધર્મને જીવનમાં તો વણી લેજે
ની તો છે, નિત્ય તો પ્રભુ, બીજું બધું અનિત્ય સમજી લેજે
સરગમ સાધીશ જીવનમાં આ તું, જીવનસંગીત રણઝણી ઊઠશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)