ઝૂક્યો નથી, ઝૂકતો નહીં, થાવા ના દેતો ગણતરી જીવનમાં તું તારી તો વાનરમાં
ગુમાવી બેસીશ નૂર જો તું શક્તિનું, કરીશ ક્યાંથી જીવનમાં અનેક જીવનના સામના
જીવન જંગમાં હોય ભલે તું એકલો, બની રણધીરને રણવીર, લડતો રહેજે તું જંગમાં
રાખીશ આશા ખોટી, અન્યની જો તું જીવનમાં, વેરાઈને વેરાઈ જઈશ તું ખોટી આશામાં
રચ્યો છે જંગ જ્યારે પ્રભુએ તારો જગમાં, યકીન રાખજે, તું હૈયાંમાં, રહેશે સદા એ તારી સહાયતામાં
દેતોને દેતો રહેશે તને એ શસ્ત્રો, પડશે જરૂર તને જ્યારે જેવી, તને તો તારા એ જંગમાં
ભૂલી જઈશ જ્યારે તું તારા એ દાતાને, વગર લડયે હારી જઈશ ત્યારે તું જંગમાં
હારેલાની સ્થિતિ ભોગવી ભોગવી, મેળવી શકીશ નજર ક્યાંથી તું પ્રભુની નજરમાં
બદલવા છે નકશા જીવનમાં જ્યાં તારે તારા, આવવા ના દેતો ઊણપ તારી તું મહેનતમાં
કરજે તું એની શક્તિઓની સાધના, શક્તિશાળીએ પણ,દોડી આવવું પડે એવી શક્તિઓની સહાયતામાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)