કરી રહ્યો છે વાત સદા તો તું પ્રભુમાં વિશ્વાસની
અપેક્ષાઓ તો વ્યવહારની હૈયેથી તો હજી હટી નથી
સમજતો કેમ નથી રે તું, ભૂખ શાંતિની સાચી હજી જાગી નથી
થયો નથી તરસ્યો જ્યાં જળનો, કિંમત જળની સમજાતી નથી
માની રહ્યો છે તને શક્તિશાળી, કર્યો નથી સામનો જ્યાં સુધી
છે તૈયારી તારી તો કેટલી, સંજોગનાં તોફાનો સામે ઝઝૂમવાની
ઘડી-બે ઘડીના જીવનના સાથમાં, રે ફુલાઈ તું શું ગયો
રહ્યો છે આજ પર્યંત સાથ સહુનો, તો જગમાં સ્મશાન સુધીનો
અભિમાન તો તું ધરી રહ્યો છે સદા, તું તારી આવડતનો
મૂંઝારો તારો હૈયાનો, ખાય છે ચાડી તારી બિનઆવડતની
ઉપરવાળો જોઈ આ રહ્યો છે હસી, તારા આ તાલને
એ તો જોઈ રહ્યો છે રાહ સદા, તારા સાચા વિશ્વાસની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)