રહી છે આશ તો તારા મિલનની અધૂરી ને અધૂરી
કરી દે પ્રભુ રે વહાલા, આજ એને તો પૂરી, એને તો પૂરી
છું કોણ હું, એ સમજતો નથી, છે તું ક્યાં એ તો ખબર નથી
છે આશ હૈયે એવી તો ભરી, કરશે આશ મારી એ તો પૂરી
હર હાલતમાં તું સાથે છે, ઝેર ભી પી રહ્યો છું, એ સમજાતું નથી
છે તું તો મારો, છું હું તો તારો, કરી દે દૂર હવે તો આ દૂરી
હર જગહમાં તો તું છે, પડતી નથી કેમ તારા પર દૃષ્ટિ મારી
કરું નમન જ્યાં-જ્યાં, ત્યાં છે જ તું, કઈ દિશામાં તું નથી રે નથી
દિલ જ્યાં છે સાફ, વાસ તારો ત્યાં જ છે, ઢૂંઢી રહ્યો હસ્તી બહાર તારી
પ્રભુ રાખ મને તું જ્યાં, છે મુજમાં તો તું, કર આશ મારી આ તો પૂરી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)