મંત્રે-તંત્રે તો પ્રભુ નવ રીઝશે, રીઝશે ના એ તો કાંઈ
ઔપચારિકતા સફળ નવ થાશે, સફળ થાશે ત્યાં શુદ્ધ ભાવ
કહેવાથી તો કાંઈ નવ વળશે, પ્રભુને પોતાના કરી જાણ
જાણ્યું-જાણ્યું ખૂબ કર્યું, અમલમાં ના લાવ્યા એ રે કાંઈ
જપ તો ઘણા જપ્યા, ધર્યું ખૂબ ધ્યાન, આવ્યા ના પ્રભુ નજદીક જરાય
પૂજન-અર્ચન કરતા રહીએ, મનડાં ફરતાં રહે રે જગમાંય
ક્ષણ-ક્ષણના તો વૈરાગ્ય જાગે, ટકે ના એ તો જરાય
સહુને કરવા છે તો પોતાના, હૈયેથી વેર તો છૂટે જરાય
જગ છેતરાશે બાહ્ય આચારથી, મારો વહાલો છેતરાશે ના જરાય
ભાવ ભર્યા જ્યાં હૈયે સાચા, દોડી-દોડી આવશે એ તો તત્કાળ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)