આવશેને આવશે, કંઈક નાજુક પળો જીવનમાં તો તારા, એમાં તું ઝૂક્તો ના
આવી ના હતી પળ એની જીવનમાં, હાંકી બડાશ ત્યારે, આવી છે પળ એવી હવે જ્યારે - એમાં...
બની ગયો હતો જ્યાં યોદ્ધો પહેલાં, તું હવે રણમાંથી પીછેહઠ તું કરતો ના - એમાં...
પડશે નિર્ણયો લેવા ત્યારે તારે સાચા, એવી નિર્ણયોની પળ તું ચૂક્તો ના - એમાં...
પડી હતી કે પડશે તકલીફ તને, કરી વિચારો આવા, જીવનમાં તું ઝૂકી જાતો ના - એમાં...
મળ્યું મહામૂલું માનવ જીવન તને રે જગમાં, પળ જગમાં આવી તું ચૂક્તો ના - એમાં...
દોડી દોડી કરવા જાય છે દર્શન બધે તું, છે પ્રભુ સાથેને સાથે, એ તું ભૂલતો ના - એમાં...
લોભ લાલચની માત્રા વધારીને તારી, અન્યાય અન્યને એમાં તું કરતો ના - એમાં...
હારને જિત છે જીવનની નાજુક પળો, એમાં સમતુલા તારી તું ગૂમાવતો ના - એમાં...
ખુશ થઈ કહે પ્રભુ, માંગ તું તારી જાતને, એના ચરણે સોંપવી તું ભૂલતો ના - એમાં...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)