Hymn No. 2375 | Date: 29-Mar-1990
|
|
Text Size |
 |
 |
1990-03-29
1990-03-29
1990-03-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14864
કર્મો તો જગમાં સહુને લાવ્યાં, કોઈ મરજીથી તો આવ્યું નથી
કર્મો તો જગમાં સહુને લાવ્યાં, કોઈ મરજીથી તો આવ્યું નથી ચાહ્યું નથી કોઈએ જગમાંથી જવાને, કાયમ તો કોઈ રહી શક્યું નથી સુખ ચાહ્યું છે સહુએ જગમાં, ઇચ્છા પૂરી કોઈની એ તો થઈ નથી ઊજળા સંજોગો તો સહુએ ચાહ્યા, નસીબદારના નસીબમાં પણ એ નસીબ નથી ચડતીપડતી તો જગમાં સહુની દેખાય, ખુદની ગણતરી એમાં કરી નથી તેજનો સ્વીકાર તો જલદી થાયે, અંધકારને ગળે કોઈ લગાડતું નથી ગુણોની અપેક્ષા બીજામાં જાગે, કોઈએ ગુણવાન તો થાવું નથી જોઈએ છે સહુને સહુ કાંઈ, પાત્રતા કોઈએ તો કેળવવી નથી જોઈએ છે સગવડ તો સહુને, બીજાની અગવડની તો પડી નથી પૂજાવું છે સહુ કોઈએ તો જગમાં, પ્રભુને યથાર્થ તો પૂજવા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
Karmo to jag maa Sahune lavyam, koi marajithi to avyum nathi
chahyum nathi koie jagamanthi Javanese, Kayama to koi rahi shakyum nathi
sukh chahyum Chhe sahue jagamam, ichchha puri koini e to thai nathi
Ujala sanjogo to sahue chahya, nasibadarana nasibamam pan e Nasiba nathi
chadatipadati to jag maa sahuni dekhaya, khudani ganatari ema kari nathi
tejano svikara to jaladi thaye, andhakarane gale koi lagadatum nathi
gunoni apeksha beej maa hunt, koie gunavana to thavu nathi
joie che sahune sahu sagi toi
ka toijavune chavune, chavune sahuada, patravune chavune, patravune chavada chavada padi nathi
pujavum che sahu koie to jagamam, prabhune yathartha to pujava nathi
|
|