જ્યોતમાં તો જ્યોત ભળે, ત્યાં તો ખાલી જ્યોત રહે
જ્યોતમાંથી તો અનેક જ્યોત તો, જગમાં જલે
જ્યોતે-જ્યોતે તો પ્રકાશ દેખાયે, પ્રકાશ એકસરખો મળે
એક જ્યોતે, બીજી જ્યોતમાં ભળવા તો જ્યોત બનવું પડે
ભળી જ્યોત જ્યાં જ્યોતમાં, જ્યોત વિના બીજું ના રહે
જગના કોઈ ભી ખૂણે, જ્યોત એકસરખી તો જલે
પ્રકાશમાં ના ભેદ તો દેખાયે, ભલે જુદી-જુદી એ તો જલે
આત્માની જ્યોત ભી, પ્રભુની જ્યોતથી જુદી ના રહે
ભળી જ્યાં આત્માની જ્યોત, પ્રભુની જ્યોતમાં, એ પ્રભુ બને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)