અહર્નિશે ગાવા છે રે ગુણલા, તારા રે માડી, ગાવા છે તારા ગુણલા
રહેવા છે ગાતા, ગુણલા તારા રે માડી, ભરી-ભરી તો હૈયાના ઉમળકા
રાત-દિન નથી જોવા એમાં રે માડી, ગાવા છે તારા રે ગુણલા
રહ્યો છું ગાતો ગુણલા તારા રે માડી, લાગે છે મને એ તો ઓછા
ફરતા મારા મનડાને રે માડી, સ્થિર એમાં તો મારે છે રાખવા
રોક્યા રોકાતા નથી ગાતા તારા ગુણલા, હૈયાના ભરીને ઉમળકા
આંખો ભી હવે રહી છે રે દૂઝતી, વહાવી રહી છે એ તો અશ્રુધારા
ગુણલે-ગુણલે ઊપસે છે મનોહર મૂર્તિ, તારી તો મારા મનમાં
ચૂકુંના દોર તારા ગુણલાનો રે માડી, ગણું એને તો મારી ઉપાસના
ફળ મળે ના મળે બીજું રે ભલે, છે સકળ તીરથ મારાં તો એમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)