લેખિની મળી છે જ્યાં હાથમાં, મળ્યો છે કાગળ કોરો તો લખવા
લખતો રે જાજે, લખતો રે જાજે, એમાં ભાગ્યના તારા તો એકડા
શૂન્ય તો લાવ્યો છે જ્યાં તું સાથમાં, દેજે જોડી એમાં બીજા તો એકડા
કર્મ કરી લેખિનીથી પાડજે, જીવનતણા કોરા રે કાગળમાં
જાશે બનતી સંખ્યા, એટલી ને એવી, આવશે ના એ તો સમજમાં
લખતો-લખતો તું લખતો જાજે, પડજે ના તું એની ફિકરમાં
દીધી છે લેખિની સમજીને તો પ્રભુએ, દીધો છે વિવેક ભી તો સાથમાં - કર્મ...
ભાવ ને પ્રેમના ચિત્રણ ભી તો ચીતરજે, જીવનના આ કાગળમાં
સુંદર ચિત્રણથી તું શોભાવી દેજે, જીવનતણા કાગળને સુંદરતામાં
પ્રેરાઈ ભી જાજે, પ્રભુ ત્યાં તો આવતા, સુંદર એવા ધામમાં - કર્મ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)