છે આદતો તો જીવનમાં બધી, સહુએ તો દત્તક લીધેલી
હતી ના જ્યાં એ તો પોતાની, લીધી છે સહુએ એને અપનાવી
ગળે વળગાડી દીધી છે એવી એને, બની છે મુશ્કેલ એને છોડવી
વિવેક તો જીવનમાં ના વાપરી, લીધી છે સહુએ એને અપનાવી
કંઈક તો ગઈ છે માથે એવી ચડી, પ્રગતિ દે છે જીવનની રૂંધી
કંઈકે તો દીધી છે એવી તો બાંધી, એમાં ને એમાં દીધા છે ગૂંથી
કંઈક તો દે છે નુકસાનમાં એવા નાખી, ચૂપચાપ લેવું પડે સહી
મજબૂરીની જીવનમાં તો ઘડી દીધી છે કંઈકની કહાની
સફળતા ને નિષ્ફળતા, બંને બાજુ ઘુમાવી, શકાશે ના એ સમજી
આદતને તો જ્યાં આમંત્રી જીવનમાં, પડતાં-પડતાં ગઈ છે એ તો પડી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)