નથી કોઈ તને જિત મળી, ના કોઈ પરાક્રમ તેં વિશેષ કર્યું
જીવનમાં તોયે આ ધામધૂમ તો શાની છે, ધામધૂમ તો શાની છે
પહેરી જીવનમાં તો હારની હારમાળા, ના કોઈ તને એમાં શરમ છે
છુપાવ્યા દિલના જખમને જગથી, ગણવી એને શું મજબૂરી છે
જીવન તો દર્દભરી કહાની છે, લખાવવાની રીત શું આ સારી છે
ઉપકાર નીચે રહ્યો દબાતો ને દબાતો, ઉપકારી ના તોયે બન્યો છે
વખાણી ના જગે આવડત તો તારી, નોબત તારી તેં શું આ વગાડી છે
સત્કર્મોની હારમાળા રાહ જોઈને છે ઊભી, છેતરવાની શું આ ચાલ છે
નબળાઈઓ રહી છે ઘેરતી જીવનને, શું એને તારો આ પડકાર છે
રહ્યાં છે ઊઠતા હૈયાંમાં તોફાનો, શું જીવનમાં આ એવી ધમાલ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)