1990-04-05
1990-04-05
1990-04-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14883
સાહજિકતા પર છે કાબૂ થોડાનો, સાહજિકતાને સાહજિકતાથી અપનાવો

ચાહતા હો જો શાંતિ જીવનમાં, મુદ્દો તકરારનો એને ના બનાવો
છે લાક્ષણિકતા સહુમાં કાંઈ ને કાંઈ, લક્ષ્યમાં સદા આ તો લાવો
થયું નુકસાન તમારું, કર્યું કોઈકે, વિચાર હૈયામાંથી આ તો હટાવો
સુખદુઃખનું છે કારણ ખુદનું વર્તન ને કર્મ, સમજો ને સમજાવો
થયું અપમાન જ્યાં ખુદનું, ના એમાં જલો, ના અન્યને જલાવો
સુખ તો ચાહે છે સહુ કોઈ જગમાં, બનો સુખી, અન્યને બનાવો
પ્રીતથી તો પ્રભુ પાસે આવે, પાઓ પ્રીતના પ્યાલા ને પીવરાવો
વેર તો જીવનમાં જો જાગે, ભૂલો એને અને એને ભુલાવો
થયો સ્વભાવ જો અનિષ્ટ, બદલો એને, એને બદલાવો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
sāhajikatā para chē kābū thōḍānō, sāhajikatānē sāhajikatāthī apanāvō
cāhatā hō jō śāṁti jīvanamāṁ, muddō takarāranō ēnē nā banāvō
chē lākṣaṇikatā sahumāṁ kāṁī nē kāṁī, lakṣyamāṁ sadā ā tō lāvō
thayuṁ nukasāna tamāruṁ, karyuṁ kōīkē, vicāra haiyāmāṁthī ā tō haṭāvō
sukhaduḥkhanuṁ chē kāraṇa khudanuṁ vartana nē karma, samajō nē samajāvō
thayuṁ apamāna jyāṁ khudanuṁ, nā ēmāṁ jalō, nā anyanē jalāvō
sukha tō cāhē chē sahu kōī jagamāṁ, banō sukhī, anyanē banāvō
prītathī tō prabhu pāsē āvē, pāō prītanā pyālā nē pīvarāvō
vēra tō jīvanamāṁ jō jāgē, bhūlō ēnē anē ēnē bhulāvō
thayō svabhāva jō aniṣṭa, badalō ēnē, ēnē badalāvō
|