1990-04-06
1990-04-06
1990-04-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14885
તારા રચેલા વિશ્વમાં રે પ્રભુ, તારે રહેવા જેવું રહ્યું નથી
તારા રચેલા વિશ્વમાં રે પ્રભુ, તારે રહેવા જેવું રહ્યું નથી
હટાવી હૈયેથી તો તને, માયા વિના બીજું એને ગમતું નથી
દીધો ક્ષણભંગુર દેહ તો એને, ક્ષણભંગુર સુખ વિના સૂઝતું નથી
માટીમાંથી બંધાયો છે દેહ એનો, માટી વિના બીજું ગમતું નથી
પાડી છે આદત ચિંતાની ઘણી, ચિંતા વિના બીજું ટકતું નથી
રહે છે મળતું જ્ઞાન, જ્ઞાન એ તો એને પચતું નથી
લાખોને જગ છોડતા જોયા, પડશે છોડવું પોતે, એ સ્વીકારાતું નથી
ખબર નથી તો સમય જવાનો, સમયની તો કોઈ તૈયારી કરી નથી
અંધારે અથડાતા માનવની જેમ, કોઈ એની ગતિ નથી
પ્રકાશ સામે કરી આંખ બંધ એની, અંધારાની એને પડી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā racēlā viśvamāṁ rē prabhu, tārē rahēvā jēvuṁ rahyuṁ nathī
haṭāvī haiyēthī tō tanē, māyā vinā bījuṁ ēnē gamatuṁ nathī
dīdhō kṣaṇabhaṁgura dēha tō ēnē, kṣaṇabhaṁgura sukha vinā sūjhatuṁ nathī
māṭīmāṁthī baṁdhāyō chē dēha ēnō, māṭī vinā bījuṁ gamatuṁ nathī
pāḍī chē ādata ciṁtānī ghaṇī, ciṁtā vinā bījuṁ ṭakatuṁ nathī
rahē chē malatuṁ jñāna, jñāna ē tō ēnē pacatuṁ nathī
lākhōnē jaga chōḍatā jōyā, paḍaśē chōḍavuṁ pōtē, ē svīkārātuṁ nathī
khabara nathī tō samaya javānō, samayanī tō kōī taiyārī karī nathī
aṁdhārē athaḍātā mānavanī jēma, kōī ēnī gati nathī
prakāśa sāmē karī āṁkha baṁdha ēnī, aṁdhārānī ēnē paḍī nathī
|
|