છે સંસારીઓની કિતાબમાં રે, ભક્તિ તો નવરાની નિશાની
થાતી આવી છે ઉપેક્ષા એની રે, ચાલ જગની નથી આ બદલાણી
લાગે ભલે એ સરળ ને સાદી, છે કિંમત ચૂકવવી એની તો આકરી
હટી જાય છે દેતા કિંમત તો એની, પડે છે પાછા ત્યાં તો સંસારી
પડી નથી એને ભી તો જગની, ઉપેક્ષા પ્રભુની નથી એનાથી થાતી
થાયે ઉપેક્ષા ભલે ખુદની, થાવા ના દે એ ઉપેક્ષા તો પ્રભુની
મંડાતો નથી હિસાબ નફાનો, છે વાતો તો ત્યાં ભાવની
ડૂબ્યા જે એ સૃષ્ટિમાં, લાગે જગની સૃષ્ટિ તો એને રે ફિક્કી
નજર સામે તો છે એના તો પ્રભુ, નજર પ્રભુની એના પર રહેવાની
કરે ના ફિકર એ તો જગની, કરે ફિકર સદા એ તો પ્રભુને ના ખોવાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)