માનવે સાથ માનવના તો ગોત્યા, સાથ પ્રભુના છોડ્યા
જીવનમાં જ્યાં એ તો અટક્યા, પ્રભુ પાસે ત્યાં એ તો દોડ્યા
રાખ્યો આધાર ખુદની શક્તિ પર, ભાગ્યે શક્તિના ભાન કરાવ્યા
સુખમાં તો સાથ સદાય મળ્યા, દુઃખમાં સાથ સહુના છૂટ્યા
પ્રેમમાં તો આવ્યા સહુ પાસે, ઓકાતા ઝેર તો વિખૂટા પડ્યા
માંદે-સાજે સહુ તો દોડ્યા, વેદનાના ભાર એકલાએ સહન કરવા પડ્યા
મનમાં આશાઓ ગઈ વધી, ભાર ચિંતાના તો રહ્યા વધતા
નિરાશાનાં વાદળ રહ્યાં ઘેરાતાં, જ્યાં ના એ તો હટ્યાં
ખોજ ખૂબ કરી જ્યાં પ્રભુની, ના જ્યાં એ તો મળ્યા
મન-બુદ્ધિથી જ્યાં શરણે ગયા, મારગ સાચા સૂઝ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)