આવો અમારી પાસે રે પ્રભુ, આવો અમારી પાસ
નથી આવ્યા તારી પાસે અમે, છે આ તો સાચી વાત - આવો...
કાઢી તમારી ભાળ રે પ્રભુ, કરી ખૂબ તમારી તો તપાસ - આવો...
હશે કાં તો ખામી અમારામાં, કાં હશે અમારામાં કચાશ - આવો...
નિરાશાઓ જાય છે વધતી, રહ્યા છીએ અમે તો ઉદાસ - આવો...
છે અંધકાર પથરાયેલો જીવનમાં, પાથરો તમારો પ્રકાશ - આવો....
આવીને આજે, લાવો રે પ્રભુ, અમારા હૈયે રે હળવાશ - આવો...
વ્યાપી છે હૈયે, ખૂબ અમારે, હટાવો અમારા હૈયેથી કડવાશ - આવો...
જીવનભર તો ઝેર છે પીધું, આપો તમારા પ્રેમની મીઠાશ - આવો...
રાખો અમને તમારામાં એવા રે ગૂંથી, મળે ના અમને નવરાશ - આવો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)