પ્રભુ કાજે, દોડશે તું કેટલો ને ક્યાં, જાણતો નથી જ્યાં, વસે છે એ તો ક્યાં
મળ્યા નથી એક જ જગ્યાએ, નોખનોખા ભક્તોને તો એ જ્યાં
સમયે-સમયે મળ્યા જુદા-જુદા ભક્તોને, જુદી-જુદી જગ્યાએ તો જ્યાં
એક જગ્યાએ બેસી, ભક્તોએ ચિત્ત જોડ્યું, પ્રભુ પહોંચ્યા તો ત્યાં
પધરાવી મૂર્તિ મંદિરે, પૂજે રે કંઈક તો એને રે ત્યાં
ધર્યાં છે રૂપ એણે જુદાં-જુદાં, છેતરાઈશ, આવશે ધરી રૂપ જુદાં જ્યાં
કેળવીશ દૃષ્ટિ તારી પ્રભુને સર્વમાં જોવા, છેતરાઈશ નહીં તું ત્યારે ત્યાં
માગશે સમય ને યત્નો તારા, હટાવીને હૈયેથી નિરાશાઓ તો જ્યાં
સફાઈ થાશે તારા હૈયાની તો જ્યાં, આવશે પ્રભુ દોડીને તો ત્યાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)