Hymn No. 2434 | Date: 18-Apr-1990
|
|
Text Size |
 |
 |
1990-04-18
1990-04-18
1990-04-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14923
લાગે છે જીવનમાં સહુને કદી, વાત પૂરી એની તો કોઈ સાંભળતું નથી
લાગે છે જીવનમાં સહુને કદી, વાત પૂરી એની તો કોઈ સાંભળતું નથી કરે છે વાત, જ્યાં હૈયાની પ્રભુની પાસ, લાગે છે પ્રભુ ભી પૂરું સાંભળતો નથી લાગે છે જીવનમાં મા-બાપને ઘણી વાર, સંતાન પૂરું એનું સાંભળતાં નથી ફરિયાદ રહે છે શિક્ષકોની દિલમાં, વિદ્યાર્થીઓ પૂરું એને સાંભળતા નથી પ્રવચનકારોને લાગે છે કદી હૈયામાં, શ્રોતાઓ પૂરું એને સાંભળતા નથી ભજનિકોને હૈયે કદી વસી જાય છે, ભજન પૂરું એનું સાંભળતા નથી પતિ-પત્નીને ભી લાગે છે જીવનમાં, પૂરું મને એણે સાંભળ્યું નથી બાળકોને લાગે છે દિલમાં કંઈક વાર, મોટાઓ પૂરું એને સાંભળતા નથી નેતાઓ પણ દિલમાં છુપાવે છે આ વાત, કોઈ પૂરું એને સાંભળતું નથી સહુને લાગે છે હૈયામાં આ વાત, પણ ખુદ ભી કોઈને પૂરું સાંભળતા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
position che jivanamam sahune kadi, vaat puri eni to koi sambhalatu nathi
kare che vata, jya haiyani prabhu ni pasa, position che prabhu bhi puru sambhalato nathi
position che jivanamam ma-bapane gathihalam, ra, sakantana
puramada nu sakarthoni phoniamada nu sakantana puru ene sambhalata nathi
pravachanakarone laage che kadi haiyamam, shrotao puru ene sambhalata nathi
bhajanikone haiye kadi vasi jaay chhe, bhajan puru enu sambhalata nathi
pati-patnine bhi laage che jivanama nathum dilakao
en motu kai en bale diliakone sambhalata nathi
netao pan dil maa chhupave che a vata, koi puru ene sambhalatu nathi
sahune location che haiya maa a vata, pan khuda bhi koine puru sambhalata nathi
|
|