કરું છું તને પ્યાર કે નહીં, પ્રભુ નથી એ તો હું જાણતો
જાણું છું બસ હું એટલું, કે તારા વિના નથી હું રહી શકતો
સહી શક્યો કેમ હું વિયોગ તારો, નથી એ હું સમજી શકતો
સહન કરી રહ્યો છે કેમ વિયોગ તું, નથી એ તું કહી દેતો
જાણી શકે છે હાલત તું તો મારી, હાલત તારી નથી હું જાણી શકતો
છે ઉપાય તારી પાસે તો એનો, નથી એ મારે હાથ રહેતો
રાખી નજર મારા પર, વિયોગ તારો તો તું મિટાવી શકે
નજર બહાર રહ્યા છો તમે, વિરહ મારો તો બઢાવી દો છો
છે ઉપાય તો હાથમાં તમારે, કરતા નથી ઉપાય એનો તો તમે
છો કૃપાળુ તો તમે, હવે ઉપાય એનો, જલદી તો કરો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)