ધાર્યું ના થાય જ્યાં આપણું, ધાર્યું ના કરે જ્યાં કોઈ
ત્યાં અહં તો આપણો, ઊછળી-ઊછળી જાય છે
આશા સેવી જીવનમાં ઘણી, પૂરી બધી ના થાય છે
ના સાર એમાંથી ગ્રહણ થાશે, અહં તો ઘવાઈ જાય છે
માન્યું જ્યાં જેને સાચું, ખોટું જ્યાં એ પુરવાર થાય છે
સહન ના થાયે એ તો જલદી, અહં આડો આવી જાય છે
માનની આશા રાખી હોય જ્યાં, અપમાન મળી જાય છે
બનશે મુશ્કેલ સહન કરવું, અહં ત્યાં તો જાગી જાય છે
માન્યા હોય જેને આપણા, જ્યાં શત્રુ એ બની જાય છે
વાસ્તવિકતા નથી સ્વીકારી શકાતી, અહં તો ધસી જાય છે
છે બે અક્ષરનો શબ્દ એ તો, ભારોભાર હું તો એમાં સમાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)