ભાવ હૈયાના બોલવા લાગે, સમજવાવાળું તો મળતું નથી
ગોત્યા જગમાં તો ઝાઝા રે માડી, તારા જેવું તો મળતું નથી
પ્રેમની ધારા જ્યાં હૈયે ફૂટે, નહાવાવાળું તો મળતું નથી
નવડાવવી છે રે એમાં તને, બીજા મારે તો ગોતવા નથી
જીવનભર ખોરાક તો ખાધા, ભૂખ તોય તો હટતી નથી
અહં, અભિમાન છે ખોરાક તારા, બીજું મારે તને ધરવું નથી
આવે ના ખારાશ ભાવમાં મારા, નજરમાં તો એ ભૂલવું નથી
રાખવી છે તને નજરમાં મારા, તારા પરથી નજર હટાવવી નથી
મળી જાય ચરણ જો તારાં, બીજાં ચરણ તો મારે ગોતવાં નથી
ધર્યા છે ભાવો તને મારા, બીજું પાત્ર મારે જોઈતું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)