વીત્યા સમયનો સાર રાખો, છે સમય, એને હાથમાં રાખો
નિરાશાને વાગોળીને, હિંમતના તો ચૂરા ના કરો
લોભ-લાલચનાં ઝેર પાઈ, ભાવને તો નિષ્પ્રાણ ના કરો
વાસ્તવિકતાનો સ્વીકાર કરો, મહેલ શેખચલ્લીના ના રચો
તરવું છે સાગરમાં જ્યાં, છે મીઠો કે ખારો, વિચાર ના કરો
વૃત્તિ પર નજર રાખો, કાબૂ બહાર ના જવા દો
પ્રકાશનો દીવડો છે હાથમાં, સૂર્યપ્રકાશની રાહ ના જુઓ
મળ્યું નથી માનવ તન અમથું, ચૂકવી છે કિંમત, ધ્યાનમાં રાખો
સુખદુઃખની ઘટમાળા છે જીવનમાં, ધ્યાનમાં સદા આ તો રાખો
આડાઅવળા ન ચાલો, લક્ષ્ય પર સદા નજર તો રાખો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)