ગોતવી છે મૂર્તિ તારી ‘મા’, ગોતવી છે મૂર્તિ તારી
ચડાવવાં છે પુષ્પ પ્રેમનાં રે મારા, મૂરઝાઈ જાય એની પહેલાં
ખીલવ્યાં છે ખૂબ એને, વહાલથી ને ભક્તિની સરવાણીમાં
ભાવેભાવની વિવિધ રંગોથી, ખીલવી છે એની પાંખડી
સંસાર તાપથી બચાવી, વિવિધ ગુણોથી છે એને મહેકાવી
આ જીવનધરા પર, કાળજીથી એને તો છે વિકસાવી
રાત-દિનની છે મહેનત એમાં, ભાવેભાવથી છે રંગાવી
શોભશે મસ્તકે એ તો તારા, છે તું ભી તો અનોખી
ચરણમાં ભી રહે, ધન્ય એ બને, દેજે એને તો તું નકારી
ધન્ય-ધન્ય બનીશ હું, લેશે પ્રેમથી તું જ્યાં સ્વીકારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)