Hymn No. 2458 | Date: 24-Apr-1990
|
|
Text Size |
 |
 |
એક જીદ છે મારી, એક જીદ છે તારી, ટકરાઈ છે મા, એ તો સામસામી
Ek Jid Che Maari, Ek Jid Che Taari, Takraay Che 'Maa', Eh Toh Samsaami
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
એક જીદ છે મારી, એક જીદ છે તારી, ટકરાઈ છે મા, એ તો સામસામી દર્શન દેવાં નથી તારે, કરવાં છે મારે, છે એ જીદ તો તારી, છે જીદ એ તો મારી ચડાવવો છે ચકરાવે માયામાં મને તારી, તારવવી છે માયા મારે તો તારી તું કર્મનું ફેંકે છે પાસું, નથી એ સમજાતું, લઈશ એને ઝીલી, ભાવની ઢાલથી મારી રાખે છે સંસારમાં તું સદા ડુબાડી, છે કોશિશ નીકળવા સદા તો મારી છે જગજનની તું તો દયાળી, ખાતી ના ખોટી તું દયા તો મારી જોયે ના જો તું સદા મુજમાં, જોયે ના જો તું મારી સાચી રે તૈયારી છે મુક્તિની તું તો દાતા, ભીખ નથી માંગતા, પડે કિંમત ચૂકવવી, છે એવી મારી તૈયારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|