રચજે સ્વર્ગ તારું, તું આ જીવનમાં, માણજે તું એને અહીંયા ને અહીંયા
ઉગાડજે વેલ તું પ્રેમની અનોખી, કરી હૈયાની કોમળ તો ક્યારી
જણાવજે તું એને રે સદા, રાખી સદા એને તો નજરમાં
ઉગાડજે વેલો બીજી તું અનોખી, કરી જતન તો સદાય એના
ભાવની વેલ તો છે બહુ કોમળ, ખીલશે ને ખરશે જલદી એનાં પાંદડાં
વીણી લેજે તું શંકાના કાંકરા, પાજે શુદ્ધ જળ તો પૂરા
દયાની વેલ તું વાવજે એવી, નજર રાખી એના પર તો સદા
આવશે સહુ તો એને લૂંટવા, પાત્ર-અપાત્રના કરશે દાવા ખોટા
ક્ષમાની વેલ છે તો ઊંડી, રાખજે સમજ સદા એમાં તો પૂરી
ધીરજની વેલ તો પાથરજે સદા, આપશે ફળ સદા એ તો મીઠાં
ઉગાડીશ વેલો આ જીવનમાં જતન કરી, પામીશ અહીં તો સ્વર્ગ સદા
પ્રભુને ભી તો જાગશે ઇચ્છા, તારા સ્વર્ગમાં આવીને તો વસવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)