સ્નેહનાં બે બુંદ ભી હૈયાને જ્યાં મળી રે જાશે, હૈયું એ ખોલી નાખશે
રાખી હશે વાત છૂપી, હૈયે તાળું મારી, તાળું એ તો ખોલી નાખશે
પ્યારભરી બે આંખ, પ્યારભરી બે આંખને તો જ્યાં મળી રે જાશે
વાત થાયે ભલે ના ત્યાં, પણ મૌનમાં વાત તો ઘણી રે થઈ જાશે
ભાવનાં મોજાં તો ઊછળતાં જાશે, બુંદ સ્નેહનાં એ તો વેરતાં જાશે
નહાયે ને નવરાવે જે એમાં, ધન્ય-ધન્ય એ તો બનતા જાશે
ધારા પ્રેમની જ્યાં, પ્રેમની ધારામાં ભળતી જાશે, સ્વર્ગ ત્યાં ઊભું થાશે
જીવન વેરાન ભી ત્યાં તો, લીલુંછમ ત્યાં તો થાતું જાશે
‘મા’ ના પ્રેમનાં બે બુંદ જ્યાં મળી જાશે, આનંદ-આનંદ ત્યાં છવાઈ જાશે
છે સ્વરૂપ એ ‘મા’ નું, છે સ્વરૂપ એ તારું, અનુભવ એનો તો થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)