હમણાં તો હજી આવ્યાં છો રે માડી, હજી તમે તો બેઠાં નથી
રે માડી, ત્યાં જાવાનું નામ તમે ના લેતાં
થાક હજી ઊતર્યો નથી રે માડી, ખબરઅંતર હજી જ્યાં પૂછ્યા નથી - રે માડી...
વાત હજી મારી કરી નથી, નજર ભરી-ભરી તમને નીરખ્યાં નથી - રે માડી..
સત્કાર તમારો કર્યો નથી રે માડી, આસન હજી તો ધર્યું નથી - રે માડી...
પગ તમારા હજી ધોયા નથી રે માડી, પૂજન તમારું કર્યું નથી - રે માડી...
આવ્યા છો તમે આજે રે માડી, આવશો પાછા ક્યારે ખબર નથી - રે માડી...
દુઃખ તમને જણાવવું નથી રે માડી, જાણીને દુઃખી તમે થાશો નહીં - રે માડી...
તું આવી છે જ્યાં આવી ગયું બધું રે માડી, બીજું કાંઈ મારે જરૂર નથી - રે માડી...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)